જાફરાબાદ અને રાજુલા બે તાલુકાને જોડતા ચોત્રાથી સરોવડા સુધીના રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. રસ્તો બિસ્માર હોવાથી રાહદારીઓને હાલાકી વેઠવી પડતી હતી. અંતે અહી ડામર પટ્ટી રોડની કામગીરી શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ચોત્રાથી સરોવડા રોડનું પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય કરશનભાઈ ભીલ, અનિરૂદ્ધભાઈ વાળા, જગુભાઈ, ગોવિંદભાઈ, ચંપુભાઈ ધાખડા, ભુપતભાઈ, ભીખાભાઈ ચૌહાણ, જનકભાઈ કાનાણી, જગુભાઈ ધાખડા, રામકુભાઈ વરૂ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અહી નવો રોડ બનતા ચોત્રા, કોળી કંથારીયા, ખાલસા કંથારીયા અને સરોવરડા વિગેરે ગામનો ફાયદો થશે.
બીજી તરફ જાફરાબાદ તાલુકાના ફાચરિયાનો રસ્તો પણ 3 કરોડના ખર્ચે મંજુર થયો હતો.ત્યારે આજે આ રોડનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. જેના કારણે રાહદારીઓને ફાયદો થશે. આ તકે જીગ્નેશભાઈ ત્રિવેદી, દેવજીભાઈ પડસાલા, કુલદીભાઈ, મનુભાઈ વાજા, રમેશભાઈ, અશોકભાઈ માણસા, દિનેશભાઈ સાસરીયા, મનુભાઈ, દિલીપભાઈ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.