તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહન ચાલકો પરેશાન:રાજુલામાં હિંડોરણા પુલનું કામ 3 વર્ષથી ગોકળ ગતિએ

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
હાલની કામગીરી જો તા કામ અડધુ પણ થયું નથી. - Divya Bhaskar
હાલની કામગીરી જો તા કામ અડધુ પણ થયું નથી.
 • ચોમાસામાં ડાયવર્ઝનથી વાહન ચાલકો પરેશાન

રાજુલા નજીક ધાતરવડી નદી પર હિંડોરણા પુલ અને કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ગોકળ ગતીએ ચાલી રહી છે. જેના કારણે ચોમાસામાં ડાયવર્ઝનથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ પાણીના પ્રવાહમાંથી વાહન પસાર કરવાની ફરજ પડે છે. તાત્કાલિક અહીં પુલની કામગીરી પૂર્ણ કરવા માટે પૂર્વ ધારાસભ્યોએ કેન્દ્રીય બાંધકામ મંત્રીને રજૂઆત કરી હતી. રાજુલા નજીક હિંડોરણા પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે.

આ પુલ સોમનાથ- ભાવનગર નેશનલ હાઈવેને જોડે છે. ધાતરવડી નદી પર કરોડોના ખર્ચે છેલ્લા ત્રણ વર્ષથી પુલની કામગીરી ચાલી રહી છે. પણ કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી કામગીરી ધીમી ગતી કરી રહ્યા છે. નબળો પુલ હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અહીં ચોમાસાની સિઝનમાં તંત્ર દ્વારા નદીમાંથી ડાયવર્ઝન કાઢવામાં આવે છે. જેના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને નદીના પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે.

તેમજ નાગેશ્રીમાં ચાર માસમાં પુલ તૈયાર થઈ જતો હોય તો હિંડોરણા પુલ કેમ ત્રણ વર્ષમાં પણ તૈયાર થયો નથી તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. કરોડોના ખર્ચે બની રહેલા પુલની કામગીરી પૂર્ણ કરવા માટે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કેન્દ્રીય બાંધકામમંત્રીને રજૂઆત કરી હતી.

તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા મંત્રીને રજૂઆત
પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષથી કામગીરી ધીમી ચાલી રહી છે. જેના કારણે લોકો પરેશાન છે. તાત્કાલીક પુલની કામગીરી પૂર્ણ કરવા બાંધકામ મંત્રીને બે દિવસ પહેલા રજૂઆત કરાઈ છે.> હીરાભાઇ સોલંકી

જાફરાબાદના લોકોને પાણીમાંથી પસાર થવું પડે
જાફરાબાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હર્ષદભાઈ મહેતાએ જણાવ્યું હતું કે હિંડોરણા પુલ રાજુલા અને જાફરાબાદને જોડે છે. પણ ચોમાસામાં પાણીમાંથી ડાયવર્ઝન કાઢવાથી જાફરાબાદ વાસીઓને પાણીમાંથી પસાર થવું પડે છે.> હર્ષદભાઇ મહેતા

500 ટ્રક ચાલક પર અકસ્માતનો ભય
ટ્રક એસોસિયેશનના પ્રમુખ ફિરોજભાઈ જોખીયાએ જણાવ્યું હતું કે હિંડોરણા પુલ જર્જરિત હાલતમાં છે. જેના પરથી દિવસના 500 ટ્રક પસાર થાય છે. અહીં ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.> ફિરોજભાઇ જોખિયા, ટ્રક એસો. પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો