તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:બગસરામાં ભારે વાહનની અવરજવર અટકાવવા મહિલાઓનો સુત્રોચ્ચાર

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
બગસરા મહિલાઓએ આવેદન પાઠવી સુત્રોચ્ચાર કર્યા - Divya Bhaskar
બગસરા મહિલાઓએ આવેદન પાઠવી સુત્રોચ્ચાર કર્યા
 • નદીપરામાંથી અવરજવર બંધ કરાવવા મામલતદારને આવેદન

બગસરામા હાલમા રસ્તાનુ કામ ચાલી રહ્યું હોય ભારે વાહનો નદીપરા વિસ્તારમાથી ચાલતા હોય સ્થાનિક લોકોને સતત અકસ્માતનો ભય સતાવે છે. જેને પગલે આજે મહિલાઓએ મામલતદાર કચેરીએ દોડી જઇ સાત દિવસમા આ પ્રશ્નનુ નિરાકરણ લાવવા માંગ ઉઠાવી હતી.

બગસરામા રસ્તાનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. અગાઉ અહી ખરાબ રસ્તાને કારણે લોકોએ વહેલી તકે કામ ચાલુ કરવા માંગ ઉઠાવી હતી. હવે રસ્તાનુ કામ ચાલુ થયુ છે. પરંતુ ભારે વાહનો આના કારણે નદીપરા વિસ્તારમા થઇને ચાલે છે. અહી સાંકડા રોડ પર સતત અકસ્માતની ભીતિ રહે છે. ખાસ કરીને નાના બાળકો પર ખતરો ઝળુંબતો રહે છે. કન્ટેઇનરો અને ભારે વાહનોનો કારણે સ્થાનિક રહિશો પરેશાન છે. ત્યારે આજે આ વિસ્તારની મહિલાઓ રજુઆત કરવા માટે મામલતદાર કચેરીએ ધસી ગઇ હતી. અને સાત દિવસમા આ પ્રશ્નનુ નિરાકરણ લાવવામા આક્રમક રજુઆત કરી હતી. આ મહિલાઓએ જો પ્રશ્નનુ નિરાકરણ નહી લવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો