• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Women's College Started By Shri Yug Nirman Gayatri Parivar Trust In Chalala, Amreli, Special Importance Will Be Given To Sportsmen

શિક્ષણ સાથે રમતગમત:અમરેલીના ચલાલામાં શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા મહિલા કોલેજનો પ્રારંભ કરાયો, સ્પોર્ટર્સને ખાસ મહત્વ અપાશે

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે રતિદાદાએ કોલેજનું નિર્માણ કર્યું

દેશની દીકરીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓલ્મિપિક અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત ભારતનું નામ રોશન કરી રહી છે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની દીકરીઓ રમતગમત ક્ષેત્રે સિદ્ધી મેળવે તે માટે શાળા કોલેજોમાં રમતગમતને મહત્વ આપવામા આવી રહ્યું છે. ત્યારે અમરેલીના ચલાલામાં શરૂ કરાયેલી હરિબા મહિલા કોલેજમાં રમતગમતને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કરાયો છે.

અમરેલીના ચલાલના શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા હરિબા મહિલા કોલેજ શરૂ કરવામાં આવી છે જેમાં સૌથી મહત્વનો વિચાર જેમનો છે અને દીકરીઓ માટે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી રતીદાદાએ આ કોલજેનુ નિર્માણ કર્યું છે.આજના સમયમાં શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા જેમને સેવા અને તબીબી ક્ષેત્રે સન્માનિત કરવામાં આવ્યા છે એવા સંસ્થાના શિલ્પી રતીદાદા દ્વારા દીકરીઓને ફ્રી શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.

આ કોલેજમાં એકદમ નોર્મલ ચાર્જ એટલે કે કોઈપણ સામાન્ય વ્યકિતની દીકરી પણ અહીં ટ્રસ્ટના ખર્ચે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી શકશે અમરેલીના ચલાલામા અદ્યતન ટેકનોલોજી અને સ્પોર્ટ્સમાં દીકરીઓ અહીં અભ્યાસ કરી નેશનલ ઇન્ટરનેશનલ સુધી નામના મેળવી શકે તેમ છે. આ કોલેજ જેમનું સપનું છે તેવા રતીદાદા દ્વારા આ કોલજેનુ 7વર્ષ પહેલા ભૂમિ પૂજન કર્યું હતું અને આજે આ કોલજે નિર્માણ પામી છે અને આ કોલેજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના રતિદાદા સહિત મુક્તાનંદબાપુ,ધારાસભ્ય જે.વી કાકડીયા ,ભરાડ સાહેબ સહિતના મહાનુભવોનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કોલેજ સાથે સાથે રતિદાદા વૃદ્ધાશ્રમ,અનાથાશ્રમ,સ્કૂલ,હોસ્ટેલ પણ એક પણ રૂપિયો લીધા વગર ચલાવી રહ્યા છે. આ કાર્યમાં તેમના દીકરા મહેશભાઈ મેહતા પરેશભાઇ મહેતા સહિત વિદેશોમાં રહેતા અનુયાયીઓને સહયોગથી ચલાલમાં સ્પોર્ટ્સ કોલેજ નિર્માણ પામી છે. આ કોલેજમાં અદ્યતન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, લાઈબ્રેરી, કલાસરૂમ,સ્પોર્ટ્સ ટીચર,ભોજનાલય,હોસ્ટેલ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...