મતદાન:ટાપુ પર મહિલાઓએ ઉત્સાહભેર મતદાન કર્યું

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાપુ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા 5 બુથ ઉભા કરાયા હતા

શિયાળબેટ ટાપુ પર ચુંટણી તંત્ર દ્વારા મતદાન માટે વિશેષ કામગીરી કરી હતી. અહી ચુંટણી ફરજ પરના કર્મચારીઓને પણ બોટ મારફત ટાપુ પર પહોંચાડાયા હતા. આજે સવારે આઠના ટકોરે મતદાન શરૂ થતા અહીના બુથ પર મહિલાઓની કતારો જોવા મળી હતી.

અહી શાંતીપુર્ણ રીતે મહિલાઓ સહિત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહી મતદાન પુર્ણ થયા બાદ કર્મચારીઓ ઇવીએમ સહિતની સાધન સામગ્રી સાથે બોટ મારફત પરત રીસીવીંગ સેન્ટર ખાતે પહોંચી જશે.

અન્ય સમાચારો પણ છે...