અકસ્માત:સાવરકુંડલાના ધજડી નજીક બસ, રીક્ષા વચ્ચે ટક્કરમાં મહિલાનું મોત

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ઘાયલ : અકસ્માત સર્જી બસનો ચાલક નાસી છુટ્યો, પોલીસ ફરિયાદ

સાવરકુંડલા તાલુકાના ધજડી નજીક ગઇકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે ખાનગી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનુ માેત નિપજયું હતુ. જયારે બે યુવકને ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. અકસ્માત સર્જી બસનાે ચાલક નાસી છુટયાે હતાે.

બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતની અા ઘટના સાવરકુંડલા તાલુકાના ધજડી ગામ નજીક બની હતી. મુળ મધ્યપ્રદેશના કામઠાના અને હાલ ધજડી ગામે કનુભાઇ ભીમજીભાઇ રાદડીયાને વાડીમા રહી ખેતમજુરી કરતા જુવાનસિંગ ગુલસિંગ કિરાડીઅે સાવરકુંડલા તાલુકા પાેલીસને જણાવ્યું હતુ કે તેઅાે સાલમસિંગ તથા સુમનબેન ઉપરાંત અન્ય પાંચેક લાેકાે અમૃતવેલની સીમમા કપાસ વિણવાની મજુરી કરવા માટે ગયા હતા.ગઇકાલે સાંજના સાતેક વાગ્યે બધા મજુરાે તેજાભાઇ રામભાઇ રબારીની રીક્ષામા જતા હતા ત્યારે ધજડીપરા નજીક સામેથી અાવી રહેલ મીની બસ નંબર જીજે 3 વાય 0794ના ચાલકે રીક્ષા સાથે અકસ્માત સર્જયાે હતેા.

અકસ્માતમા સુમનબેન નારણસિંગને માથામા ગંભીર ઇજા પહાેંચતા તેમને 108ની મદદથી સારવાર માટે પ્રથમ સાવરકુંડલા અને બાદમા અમરેલી રીફર કરાયા હતા. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. જયારે સાલમસિંગને વધુ સારવાર માટે રાજકાેટ રીફર કરાયાે હતાે. અકસ્માત સર્જી બસનાે ચાલક નાસી છુટયાે હતાે. બનાવ અંગે પીઅેસઅાઇ વી.અેમ.જાદવ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...