આપઘાત:અમરેલીમાં મહિલાએ ગળેફાંસો ખાઇ લીધો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમવાનું ન બનાવતા પતિ સાથે બોલાચાલી થઇ"તી

અમરેલીમા જેશીંગપરામા પટેલ કોલોનીમા રહેતા એક મહિલાએ જમવાનુ બનાવ્યુ ન હોય જે બાબતે પતિ સાથે બોલાચાલી થઇ હોય લાગી આવતા તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતેા. મહિલાના આપઘાતની આ ઘટના અમરેલીમા જેશીંગપરામા બની હતી.

અહી રહેતા ભાવનાબેન મુકેશભાઇ વાઘેલા નામના મહિલાએ ગઇકાલે પોતાના ઘરે છતના હુકમા દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. મૃતક મહિલાના પતિ મુકેશભાઇ વાઘેલાએ અમરેલી સીટી પોલીસ મથકમા જણાવ્યું હતુ કે તેઓ બપોરે હિરા ઘસીને ઘરે આવ્યા હતા ત્યારે પત્ની ભાવનાબેને જમવાનુ બનાવ્યુ ન હતુ.જેથી જમવાનુ ન બનાવવા બાબતે બોલાચાલી થઇ હતી. જેથી તેમને લાગી આવતા તેમણે આ પગલુ ભરી લીધુ હતુ. બનાવ અંગે એએસઆઇ એન.કે.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...