કરૂણાંતિકા:મોટા જીંજુડામાં ઇસ્ટોરિયાની બીમારીથી મહિલાનું મોત

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચક્કર આવતા ડેમના પાણીમાં પડી ગયા

સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડામા રહેતા એક મહિલા ચેકડેમ પાસે ગયા હોય તેમને ઇસ્ટોરીયાની બિમારી હોય ચક્કર આવતા તેમનુ ચેકડેમમા પડી ડૂબી જતા મોત નિપજયું હતુ.અહી રહેતા દક્ષાબેન ઉર્ફે વસંતબેન જયસુખભાઇ ગુજરવાડીયા (ઉ.વ.35) નામના મહિલા ગઇકાલે સાંજના સુમારે શૌચક્રિયા માટે ચેકડેમ નજીક ગયા હતા.

તેમને ઇસ્ટોરીયાની બિમારી હોય ચક્કર આવતા તેઓ ચેકડેમમા પડી જતા તેમનુ ડૂબી જવાથી મોત થયુ હતુ.ઘટનાની જાણ થતા લોકો અહી દોડી ગયા હતા અને મહિલાની લાશને ચેકડેમમાથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે દવાખાને ખસેડાઇ હતી. બનાવ અંગે જયસુખભાઇ બુધાભાઇ ગુજરવાડીયાએ સાવરકુંડલા તાલુકા પોલીસમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ બી.કે.રાણા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...