દુર્ઘટના સર્જાઇ:હાલરિયામાં ઓપનરમાં સાડી વીંટળાઇ જતા મહિલાનું મોત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાગીયું રાખેલ વાડીએ ઓપનરમાં મગ કાઢતી વખતે સર્જાઇ દુર્ઘટના

બગસરા તાલુકાના હુલરીયામા રહેતા એક મહિલા ભાગીયુ રાખેલ વાડીએ ઓપનરમા મગ કાઢી રહ્યાં હતા ત્યારે એાપનરમા સાડી વિંટળાઇ જતા ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નિપજયું હતુ. અહી રહેતા શોભાબેન વિજયભાઇ ચારોલા (ઉ.વ.27) નામના મહિલા તેના પતિ અને પુત્રી હાલરીયા ગામે ભાગીયુ રાખેલ વાડીએ ખેતરમા મગ કાઢવાનુ કામ કરી રહ્યાં હતા.

તેઓ મગનુ તગારૂ ભરી ટ્રેકટરમાથી ઓપનરમા ઠાલવી રહ્યાં હતા ત્યારે અચાનક સાડી ચાલુ પમ્પલરમા વિંટળાઇ જતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત થયુ હતુ. બનાવ અંગે વિજયભાઇ ચારોલાએ બગસરા પોલીસ મથકમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...