અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હુલરિયા ગામે ખેતરમાં ઓપનેર અને ટ્રેક્ટરની મદદથી મગ કાઢવાનું કામ ચાલી રહ્યું હતું, તેવામાં ખેત મજૂર મહીલાની સાડી પમ્પલરમાં આવી જવાને કારણે પમ્પલરમા વીંટોળાઈ જવાને કારણે મહિલાને ગંભીર પ્રકારની ઈજાઓ થઇ હતી અને મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના પરિવાર સામે ઘટી હતી. પરિવારે બચાવવાના પ્રયત્નો કર્યા હતા, પણ પરિવાર નિષ્ફળ રહ્યો હતો.
બગસરા તાલુકાના હુલારિયા ગામે વિજયભાઈ વલકુભાઈ ચારોલા (ઉ.વ.32)એ તેમજ તેમના પત્ની શોભાબેન બંને દિનેશભાઇ કાનજીભાઈ કોરાટના ખેતરને ભાગથી વાવવા માટે રાખ્યું હતું અને ખેતરમાં મગનુ વાવેતર કર્યું હતુ. હાલ સિઝન પુરી થતા મગ કાઢવાની કામગીરી માટે ઓપનેર આવ્યુ હતુ અને પરિવારજનો મળીને મગ કાઢવામા જોડાયા હતા. આ દરમિયાન મહિલાની સાડી પમ્પલરમાં આવી જતા અને ચાલુ પમ્પલરમાં વિંટોળાઈ જવાને કારણે ગંભીર ઇજા થતા મહિલાનું મોત નીપજ્યું હતું.
અહીં કામગીરી દરમિયાન પરિવારના સભ્યો અને તેમની દીકરી પણ સામે હતી, તેવામાં મહિલા પોતાના પરિવારની સામે જ મોતના મુખમાં મકાઇ હતી અને મહિલાનુ કરુણ ઘટનામા મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા સમગ્ર ગ્રામ્ય પંથકમા શોકનુ મોજું ફેલાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.