આત્મહત્યા:સાવરકુંડલામાં મહિલાનો ગળેફાંસાે ખાઇ આપઘાત

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માતાનું અવસાન થતા આઘાતમાં ભર્યું પગલું

સાવરકુંડલામા હાથસણી રાેડ પર રાઘેશ્યામ સાેસાયટીમા રહેતા અેક મહિલાના માતાનુ અેકાદ માસ પહેલા અવસાન થયુ હાેય તેના અાઘાતમા મહિલાઅે પણ ગળાફાંસાે ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. મહિલાઅે ગળાફાંસાે ખાઇ અાપઘાત કરી લીધાની અા ઘટના સાવરકુંડલામા બની હતી. અહીના રાઘેશ્યામ સાેસાયટીમા રહેતા નેહાબેન જગદીશભાઇ રાઠાેડ (ઉ.વ.27) નામના મહિલાના માતાનુ અેકાદ માસ પહેલા અવસાન થયુ હતુ.

અા વાતનાે તેમને અાઘાત લાગ્યાે હતાે અને ખાવા પીવાનુ ધ્યાન પણ રાખતા ન હતા તેમજ અાખાે દિવસ રડયા કરતા હતા. તેમણે પાેતાના ઘરે છતના લાેખંડના હુકમા કપડુ બાંધી ગળાફાંસાે ખાઇ અાપઘાત કરી લીધાે હતાે. બનાવ અંગે મૃતક મહિલાના પતિ જગદીશભાઇ મનજીભાઇ રાઠાેડે સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ સી.બી.ટીલાવત ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...