આત્મહત્યા:સુખપુરમાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પતિએ ખેતીના કામ બાબતે ટોકતા ભરેલું પગલું

બાબરા તાલુકાના સુખપુરમા રહેતા એક મહિલાને તેના પતિએ ખેતીકામ બાબતે ટોકતા તેણે ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. મહિલાના આપઘાતની આ ઘટના બાબરા તાલુકાના સુખપુરમા બની હતી.

અહી રહેતા વિલાસબેન હંસરાજભાઇ જાદવ (ઉ.વ.30) નામના મહિલાને તેના પતિ હંસરાજભાઇએ ખેતીના કામ બાબતે ટોકતા તેણે ઝેરી દવા પી લીધી હતી. મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા. જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. બનાવ અંગે હંસરાજભાઇએ બાબરા પોલીસ મથકમા જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ આર.બી.પાનસુરીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...