તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાવરકુંડલાના કેરાળામાં દાઝી જતા મહિલાનું મોત, કચરાે ભેગાે કરી સળગાવવા જતા સર્જાઇ દુર્ઘટના

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સાવરકુંડલા તાલુકાના કેરાળામા રહેતા અેક મહિલા ઘરના પ્લાેટમા કચરાે ભેગાે કરી સળગાવી રહ્યાં હતા ત્યારે દાઝી જતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા અાવ્યા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. મહિલાનુ દાઝી જતા માેત થયાની અા ઘટના સાવરકુંડલા તાલુકાના કેરાળામા બની હતી. અહી રહેતા ગાેદાવરીબેન બાલુભાઇ પાનસુરીયા પાેતાના ઘરના પ્લાેટમા કચરાે ભેગાે કરી સળગાવી રહ્યાં હતા ત્યારે અચાનક તેમની સાડી સળગી ઉઠતા તેઅાે શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. મહિલાને સારવાર માટે પ્રથમ સાવરકુડલા હાેસ્પિટલ ખાતે ખસેડવામા અાવ્યા હતા.

અહીથી વધુ સારવાર માટે અમરેલી સિવીલમા રીફર કરાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે હર્ષદભાઇ બાલુભાઇ પાનસુરીયાઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અે.અાર.ગાેહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...