ધમકી:તમે મારી બહેનને શું કામ હેરાન કરો છો કહી મહિલાને મારમાર્યો, સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામની ઘટના

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિકના પાઇપ વડે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી ​​​​આપી

સાવરકુંડલા તાલુકાના પીઠવડીમા રહેતા એક મહિલાને તમે મારી બહેનને શું કામ હેરાન કરો છો કહી શખ્સે પ્લાસ્ટિકના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મહિલાને મારમાર્યાની આ ઘટના સાવરકુંડલાના પીઠવડીમા બની હતી.

અહી રહેતા ગીતાબેન નનુભાઇ દેત્રોજા (ઉ.વ.45)નામના મહીલાએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ઘરે હતા ત્યારે દીકરો રાહુલ તેની પાસે આવ્યો હતો અને કહેલ કે તમે શું કામ મારી પત્નીને ગાળો આપો છો. જેથી તેમને કહેલ કે તારી પત્નીને બોલાવ પરંતુ તે આવી ન હતી અને માવતરે જતી રહી હતી.

બાદમા તેઓ ઘર પાસે ઉભા હતા ત્યારે તેના પુત્ર રાહુલનો સાળો રાજુ જીવરાજભાઇ જલસાણીયા ત્યાં આવ્યો હતો અને કહેલ કે તમે મારી બહેનને શું કામ હેરાન કરો છો કહી પ્લાસ્ટિકના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે એએસઆઇ બી.કે.રાણા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...