ફરિયાદ:ચાંચબંદરમાં મહિલા પર 5 શખ્સનો પાઇપ વડે હુમલો

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉશ્કેરાઇ જઇ ગાળો આપી મુંઢ ઇજા પહોંચાડી, ફરિયાદ

રાજુલા તાલુકાના ચાંચબંદરમા રહેતા એક મહિલાને અહી જ રહેતા પાંચ શખ્સોએ બોલાચાલી કરી લાકડી અને પાઇપ જેવા હથિયારથી મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા મરીન પીપાવાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

મહિલાને મારમાર્યાની આ ઘટના રાજુલા તાલુકાના ચાંચબંદરમા બની હતી. અહી રહેતા શાંતીબેન રાજુભાઇ ગુજરીયા (ઉ.વ.24) નામના મહિલાએ મરીન પીપાવાવ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના જેઠ જેઠાણી અગાઉ સામાન્ય પારિવારીક બોલાચાલી કરેલ હોય તે બાબતે કિશોર બચુભાઇ શિયાળ, કાજલબેન, દિનેશભાઇ, મનીષાબેન, ડાયબેન વિગેરેએ ગાળો આપી લાકડી અને લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી.

જયારે મનીષાબેન નાનજીભાઇ શિયાળ નામના મહિલાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના કાકાની દીકરી તથા તેના પતિ વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય તેને સમજાવવા જતા હરજી બાનુભાઇ ગુજરીયા, રાજુભાઇ, લાલજીભાઇ, શાંતુબેન વિગેરેએ લાકડી અને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ એએસઆઇ એમ.કે.મકવાણા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...