હવામાન:24 કલાકમાં જ વરસાદી વાદળો વિખેરાયા, રાજુલામાં પોણો ઇંચ

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

અમરેલી જિલ્લામા ગઇકાલે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ હતુ અને છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. જો કે આજે આ વાદળો વિખેરાઇ ગયા હતા. અહી બપોરે માત્ર રાજુલામા પોણો ઇંચ વરસાદ થયો હતો. પાછલા ઘણા દિવસોથી અમરેલી પંથકમા વરસાદની કોઇ સીસ્ટમ જોવા મળતી નથી. દરિયાકાંઠાના વિસ્તારમા દર વર્ષે સૌથી વધુ વરસાદ પડે છે. પરંતુ ઓણસાલ રાજુલા જાફરાબાદ પંથકમા પણ પુરતો વરસાદ થયો નથી.

જો કે આજે રાજુલા પંથકમા બપોરના સમયે ઘનઘોર વાદળો ચડી આવ્યા હતા અને વરસી પડયા હતા. અહી પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. ડિઝાસ્ટર કંટ્રોલરૂમના સુત્રોએ જણાવ્યું હતુ કે રાજુલામા 17મીમી વરસાદ થયો હતો. આજના 17મીમી વરસાદના કારણે અહી સિઝનનો કુલ વરસાદ 504મીમી પર પહોંચ્યો છે. જે અહી પડતા વરસાદની સરખામણીમા 70.39 ટકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી પંથકમા પણ હજુ માત્ર 77 ટકા વરસાદ થયો છે.

જિલ્લામા એકમાત્ર વડીયા તાલુકામા 100 ટકાથી વધુ વરસાદ થયો છે. અહી સિઝનનો કુલ વરસાદ 121 ટકાએ પહોંચ્યો છે. પરંતુ જાફરાબાદ તાલુકામા માત્ર 42 ટકા અને લીલીયા તાલુકામા માત્ર 58 ટકા વરસાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...