રજુઆત:પાંચ તલાવડામાં શિક્ષક બદલવાની માંગ સાથે ધો. 4ના છાત્રોને વાલી ઘરે લઇ ગયા

લીલીયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને બદલવા ગ્રામ પંચાયતની શિક્ષણાધિકારીને પણ રજુઆત

લીલીયા તાલુકાના પાંચ તલાવડા ગામે ધોરણ 4ના શિક્ષકની બદલી કરવાની માંગ સાથે આજે વાલીઓ પોતાના સંતાનોને શાળામાથી પરત ઘરે લઇ ગયા હતા. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજુઆત કરવામા આવી છે. પાંચ તલાવડામા કુમાર શાળામા કુલ 6 શિક્ષકો ફરજ બજાવે છે. સામાન્ય રીતે એકથી બે શિક્ષકો કોઇને કોઇ કામગીરીમા વ્યસ્ત રહેતા હોય છે. અહી ધોરણ-4મા પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ફરજ બજાવે છે. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના બાળકોને ધોરણ-4મા યોગ્ય શિક્ષણ મળી રહ્યું નથી.

આજથી ગામના લોકોએ ધોરણ-4મા પોતાના સંતાનોને ભણવા મોકલવાનુ જ બંધ કરી દીધુ હતુ. ગ્રામ પંચાયતના સરપંચ ધીરૂભાઇ ખુમાણે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરી હતી. જેમા તેમણે જણાવ્યું હતુ કે તેમના ગામની શાળાના શિક્ષકની બદલી કરી અન્ય શિક્ષક મુકવામા આવે.તસવીર-મનોજ જોષી

અન્ય સમાચારો પણ છે...