તાઉ-તે વાવાઝોડું ગત રોજ રાત્રીથી ગુજરાતમાં પ્રવેશ્યું છે. ઉનાથી પ્રવેશ કર્યા બાદ ભાવનગરથી ઉતર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાના રસ્તામાં આવેલા વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ ખેડા જિલ્લાના નડિયાદમાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, 6.4 ઈંચ વરસાદ તો માત્ર બપોરે 2થી સાંજે 6 વાગ્યા સુધીમાં નોંધાયો છે. જ્યારે ભાવનગરમાં 6.3 ઈંચ વરસાદ પડ્યો છે.
18 તાલુકામાં 4થી 8 ઇંચ સુધી વરસાદ પડ્યો
વાવાઝોડાના કારણે સોરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ભારે પવનના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા 12 કલાકમાં 1219 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકામાં 4 ઈંચથી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.
પવનની સાથે સાથે ભારે વરસાદ પડ્યો
ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જે તાલુકાઓમાં પડ્યો છે તેમાં નડિયાદ, ભાવનગર, માતર(ખેડા), ઉમરગામ(વલસાડ), વસો(ખેડા), તારાપુર(આણંદ) અને પારડી(વલસાડ) છે. આ ઉપરાંત રાજ્યના 11 તાલુકામાં 4થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
સાયકલોન આગળ વધી રહ્યું છે
હવામાન વિભાગની આગાહી મુજબ સાયકલોન આગળ વધી રહ્યું છે તે મુજબ અમરેલી, રાજકોટ, બોટાદ, જુનાગઢ ,મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. તથા જેમ જેમ હવામાન ખાતા દ્વારા નવી આગાહી કરવામાં આવશે એમ જાણકરી આપવામાં આવશે.
છેલ્લા 12 કલાકનો વરસાદ
તાલુકો | કુલ વરસાદ |
નડિયાદ | 8.5 |
ભાવનગર | 6.3 |
માતર | 5.7 |
ઉમરગામ | 5.7 |
વસો | 5.7 |
તારાપુર | 5.6 |
પારડી | 5.6 |
મહુધા | 5.1 |
આણંદ | 4.9 |
ખેડા | 4.9 |
સુરત શહેર | 4.9 |
ખંભાત | 4.8 |
ઓલપાડ | 4.6 |
સોજીત્રા | 4.3 |
મહેમદાવાદ | 4.3 |
જલાલપોર | 4.1 |
ખેરગામ | 4.1 |
રાજુલા | 4 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.