વિવાદ:લવ મેરેજનું મનદુ: ખ રાખી મહિલા પર પાઇપ વડે હુમલો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાળાે અાપી મારી નાખવાની ધમકી પણ દીધી

બાબરા તાલુકાના ઉંટવડમા રહેતા અેક મહિલાને અહી જ રહેતા અેક શખ્સે લવમેરેજ મુદે મનદુખ રાખી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડતા અા બારામા તેની સામે બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.અહી રહેતા સેજલબેન ભગીરથભાઇ ધાધલ (ઉ.વ.30) નામના મહિલાઅે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમણે ભગીરથભાઇ સાથે લવમેરેજ કર્યા હાેય તે વાતનુ મનદુખ રાખી કિશાેર ચાંપરાજભાઇ વાળા નામના શખ્સે તેને ગાળાે અાપી લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી હતી.જયારે કિશાેરભાઇ ચાંપરાજભાઇ વાળાઅે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના માેબાઇલ પર ભગીરથ નટુભાઇ ધાધલે ફાેન કરીને ગાળાે અાપી મારી નાખવાની ધમકી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...