અમરેલી જિલ્લામાં સરેરાશ ત્રણ વર્ષની સરખામણીમાં આ વર્ષે શિયાળું વાવેતર બમણું થયું છે. 183176 હેક્ટરમાં શિયાળું વાવેતર થયું છે. સૌથી વધારે અમરેલી જિલ્લામાં 108510 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હતું. બીજા નંબરે ઘઉંનું વવાયા હતા. પણ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ઉત્પાદન અંગે ખેડૂતો પણ મુંજવણમાં મુકાયા છે.
જિલ્લામાં ઓણસાલ 118 ટકા જેટલો વરસાદ થયો હતો. જેની અસર શિયાળું વાવેતર પર જોવા મળી હતી. ભુતળમાં પુષ્કળ પાણી છે. હજુ પણ કુવા અને બોર છલોછલ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 90672 હેકટર સરેરાશ વાવેતર થતું હતું. પણ મેઘરાજાની મહેરબાનીથી આ વર્ષે અમરેલી જિલ્લામાં શિયાળું વાવેતર બમણું થયું છે. અહી 183176 હેક્ટરમાં જુદા જુદા પાકનું વાવેતર નોંધાયું છે.
જિલ્લામાં સૌથી વધારે 108510 હેક્ટરમાં ચણા અને બીજાર નંબરે 20673 હેક્ટરમાં ઘઉં વાવેતર થયું છે. અહી બાજરી 508, શેરડી 8, જીરૂ 3754, ધાણા 7408, લસણ 5917, સવા 46, ઈસબગુલ 34, ડુંગળી 13875, શાકભાજી 4581, ઘાસચારોનું 17166 હેકટરમાં વાવેતર થયું છે. પણ અમરેલી જિલ્લામાં માવઠાના કારણે આ વર્ષે કેટલું ઉત્પાદન થશે. તે અંગે ખેડૂતો પણ તારણ કાઢી શકતા નથી.
ત્રણ તાલુકામાં વાવેતર ઘટ્યું
અમરેલી જિલ્લામાં સરેરાશ ત્રણ વર્ષની સરખામણીમાં બમણું થયું છે. પણ જાફરાબાદ, લાઠી અને લીલીયા પંથકમાં ત્રણ વર્ષની સરખામણીમાં વાવેતરમાં ઘટાડો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.