કાર્યક્રમ:વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીપાલીતાણા શેત્રુંજી ડિવિઝને જાફરાબાદમાં વન્યપ્રાણી જનજાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાફરાબાદ કોલેજ ખાતે વનવિભાગના કાર્યક્રમ DCF સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

સરકારે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરી રહી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં વાણીજ્ય કોલેજ ખાતે પાલીતાણા શેત્રુંજી ડિવિઝન દ્વારા એક જનજાગૃતિ માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં ઉપસ્થિતિ લોકોને વન્યપ્રાણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ અહીં જાફરાબાદ રેન્જ વનવિભાગે આ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વન્યજીવ રક્ષણ સહિત વન્યપ્રાણીઓની જાળવણી કેવી રીતે રાખવી તેને લઇને ઉપસ્થિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂતોમાં જે જાગૃતિ આવી છે તેની પ્રશંસા કરવામાં કરવામાં આવી હતી.

એસીએફ ચૌધરીએ જણાવ્યું હતું કે, લોકો જાગૃત થશે તો આવનારી પેઢીઓ પણ જાગૃત થશે. વન્યપ્રાણીને હેરાન કરતા હોય તેમની સામા ગુનાહિત કૃત્ય હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવે છે. આવી કોઇ ઘટના બને તો વનવિભાગને જાણ કરો. જ્યારે અહીં સિંહોની સંખ્યા વધી રહી છે ત્યારે આ વિસ્તારના લોકો પણ ખૂબ સારી રીતે જાળવણી રાખી રહ્યાં છે. આ વિસ્તાર સિંહોનું હબ બની રહ્યું છે.

આ કાર્યક્રમમાં વનવિભાગના DCF નિશારાજ,ACF ચૌધરી,RFO વાઘેલા સહિત વનવિભાગ સ્ટાફ કર્મીઓ, સ્થાનિક આગેવાનો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...