તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રક હડફેટે બાઇક ફંગાેળાઇ જતા પતિની નજર સામે પત્નીનંુ માેત

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટીંબી પાસેના સોંદરડા પાટીયા નજીકનો બનાવ
 • બેને ઇજા : 108 અેમ્બ્યુલન્સમા સારવાર માટે દવાખાને ખસેડાયા

જાફરાબાદ તાબાના ટીંબી પાસે સાેંદરડાના પાટીયા નજીકથી પસાર થતા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનુ માેત નિપજયું હતુ. જયારે બે વ્યકિતને ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડવામા અાવ્યા હતા. ઉના તાલુકાના સનખડા ગામે રહેતા જયવંતસિંહ ધીરૂભાઇ ગાેહિલ (ઉ.વ.27) નામના યુવકે નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 11 બીડી 4371 લઇ સનખડાથી પત્ની કૈલાશબેન અને ભત્રીજી સંધ્યાને તેડવા માટે ગયા હતા. બાદમા તેઅાે માેટર સાયકલ લઇ પરત ફરી રહ્યાં હતા. ત્યારે સાંજના છઅેક વાગ્યે તેઅાે સાેંદરડા ગામ નજીક પહાેંચ્યા ત્યારે પાછળથી અાવી રહેલ ટ્રક ચાલકે બાઇકને પાછળના ટાયરના જાેટામા અથડાવતા બાઇક ફંગાેળાઇ ગયુ હતુ.

અકસ્માતમા કૈલાશબેન ટ્રકના ટાયરના જાેટામા અાવી જતા તેને ગંભીર ઇજા પહાેંચતા તેનુ ઘટના સ્થળે જ માેત નિપજયું હતુ. જયારે જયવંતભાઇ અને સંધ્યાને સામાન્ય ઇજા પહાેંચતા 108 અેમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ઉના દવાખાને ખસેડવામા અાવ્યા હતા. બનાવની વધુ તપાસ પીઅેસઅાઇ જે.વાય.પઠાણ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો