મારી નાખવાની ધમકી:પતિના આડાસંબંધ મુદ્દે ઠપકો આપતા પત્નીને ધમકી, તુ ગમતી નથી કહી શારીરિક ત્રાસ ગુજાર્યો

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીલીયામાં રહેતા એક મહિલાના પતિને અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ મુદે ઠપકો આપતા પતિએ મહિલાને ધમકી આપી શારીરિક માનસિક દુખત્રાસ ગુજારતા તેણે આ બારામા લીલીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. રૂપલબેન જીજ્ઞેશભાઇ હિરપરા (ઉ.વ.38) નામના મહિલાએ લીલીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના લગ્ન 17 વર્ષ પહેલા જીજ્ઞેશ સાથે થયા હતા.

તેઓ 15 વર્ષ સુરત રહેતા હતા. સુરતમા તેના મકાનની સામે રહેતી રૂપલબેન મનસુખભાઇ સાકડાસરીયા નામની મહિલા સાથે તેના પતિને પ્રેમસંબંધ હોવાની જાણ થતા તેમણે જીજ્ઞેશને ઠપકો આપ્યો હતો. જો કે જીજ્ઞેશે કહેલ કે તુ મને ગમતી નથી, તારે જવુ હોય ત્યાં જતી રહે કહી ધમકી આપી હતી તેમજ અવારનવાર ગાળો આપી મારી નાખવાની ધમકી આપતો હતેા. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એચ.પી.વેગડા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...