તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધારી તાલુકાના દેવળા ગામે રહેતા એક દંપતિ માેટર સાયકલ લઇ ખરીદી કરવા માટે જતા હતા. ત્યારે ધારી રેલવે ફાટક નજીક કુતરૂ આડુ પડતા બાઇક સ્લીપ થતા બંને ફંગાેળાઇ ગયા હતા. પતિ પત્નીને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં પતિનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. અકસ્માતની આ ઘટના ધારીમા બની હતી. અહીના દેવળા ગામે રહેતા હંસાબેન અશ્વિનભાઇ રામાનુજ (ઉ.વ.45) નામના મહિલાએ ધારી પાેલીસ મથકમા જણાવ્યું હતુ કે તેઓ અને તેના પતિ અશ્વિનભાઇ બાઇક નંબર જીજે 14 એઆર 7364 લઇ ખરીદી કરવા માટે જતા હતા. આદરમિયાન તેઓ ધારી રેલવે ફાટક નજીક પહાેંચતા અચાનક કુતરૂ આડુ પડતા બાઇક પરથી ફંગાેળાઇ ગયા હતા. જેને પગલે હંસાબેન અને અશ્વિનભાઇને ઇજા પહાેંચી હતી. બંનેને સારવાર માટે પ્રથમ ધારી અને બાદમા અમરેલી સરકારી દવાખાને ખસેડાયા હતા.અમરેલી સરકારી દવાખાનેથી અશ્વિનભાઇને વધુ સારવાર માટે રાજકાેટ દવાખાને રીફર કરાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. પોલીસે કાર્યવાહી કરી હતી.
એસ.ટી.ના કંડક્ટરનો ઝેરી દવા પી આપઘાત
નેહરુનગરમાં રહેતા વિપુલભાઇ દેવદાનભાઇ મિયાત્રા (ઉ.વ.31)એ શનિવારે રાત્રે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. યુવકના આપઘાતની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ધાંધલિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિપુલભાઇ એસ.ટી.માં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં ત્રણ મહિનાનો પુત્ર છે. વૈશાલીનગરમાં રહેતા રેશ્માબેન ખાનચંદ ગીધવાણી (ઉ.વ.45) રવિવારે બપોરે કોઇ કારણસર પોતાના ઘરે બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું, તેમજ શીતલપાર્કના કિશનભાઇ યુધિષ્ઠિર નાયક નામના 45 વર્ષના આધેડનું પણ બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.