મારી નાખવાની ધમકી:તું કેમ મારી સાથે વ્યવહાર રાખતો નથી કહી યુવક પર કુહાડાથી હુમલો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી તાલુકાના ધારીની ઘટનાં
  • બે શખ્સોએ​​​​​​​ લાકડી વડે ઇજા પહોંચાડી

ધારીમા જુના બસ સ્ટેન્ડ પાછળ રહેતા એક યુવકને અહી જ રહેતા બે શખ્સોએ તુ કેમ મારી સાથે વ્યવહાર રાખતો નથી કહી કુહાડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અહી રહેતા નિલેશભાઇ કનુભાઇ વરમોરા (ઉ.વ.30) નામના યુવાને ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગામમાથી ઘરે આવ્યા ત્યારે બાઇક પાર્ક કરી રહ્યાં હતા તે દરમિયાન આંબાભાઇ મોહનભાઇ વરમોરા કુહાડી સાથે ત્યાં ધસી આવ્યો હતો અને કહેલ કે મે તારા લગ્ન કરાવ્યા હોય તેમ છતા તુ મારી સાથે વ્યવહાર કેમ રાખતો નથી કહી બોલાચાલી કરી હતી.

તેણે કુહાડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ બાવભાઇએ પણ લાકડી વડે મારમારી ગાળો આપી હતી. ઉપરાંત મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...