રજૂઆત:શાળા અને કોલેજ તો શરૂ કરી પણ કન્યા છાત્રાલય કેમ શરૂ કરતાં નથી

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાત્રોની મુશ્કેલી અંગે સામાજીક કાર્યકર્તાની સીએમને રજૂઆત

અમરેલીમાં શાળા -કોલેજ શરૂ થતા કન્યા અને બોયજ હોસ્ટેલ શરૂ કરવા માટે ખાંભાના સામાજીક કાર્યકર્તાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. અહી દુરના ગામડામાંથી અભ્યાસ અર્થે આવતી છાત્રાઓને અપડાઉનમાં અનેક પ્રકારની મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે તાત્કાલીક અમરેલીમાં કન્યા છાત્રાલય શરૂ કરવા માટે તેમણે માંગણી કરી હતી.ખાંભાના સામાજીક કાર્યકર્તા ભીખુભાઈ જેઠવાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે શાળાઓમાં અભ્યાસક્રમ બંધ થયો હતો. જેના કારણે છાત્રાલય પણ બંધ કરી દેવામાં આવી હતી. પણ હવે અમરેલી જિલ્લામાં શાળા- કોલેજો ફરી રાબેતા મુજબ શરૂ થઈ છે.

જેના કારણે ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓ અમરેલીમાં અભ્યાસ અર્થે આવે છે. પણ કન્યા છાત્રાલય બંધ હોવાના કારણે અપડાઉન કરવાની ફરજ પડી છે. પણ દુરના ગામડામાંથી આવતી વિદ્યાર્થીનીઓને બે થી ત્રણ કલાકની મુસાફરી કરવી પડે છે.અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થીનીઓ સુવિધાના અભાવે ઘરે પણ મોડી પહોંચી રહી છે. જેના કારણે પરિવારજનોને તેમના સંતાનની ચિંતા સતાવી રહી છે. પણ હજુ સુધી અમરેલીમાં કન્યા છાત્રાલય અને બોયજ છાત્રાલય હજુ શરૂ થઈ નથી. ત્યારે તેમણે અમરેલીમાં કન્યા છાત્રાલય તાત્કાલીક ધોરણે શરૂ કરવા તેમણે મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...