ધારી તાલુકાના દુધાળા નજીક પસાર થતી રાજકોટ દિવ રૂટની એસટી બસને અટકાવી તુ કેમ દરરોજ ફુલ સ્પીડમા બસ ચલાવે છે કહી ત્રણ શખ્સોએ ડ્રાઇવરને મારમારી ફરજમા રૂકાવટ કરી ધમકી આપતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, એસટી ડ્રાઇવરને મારમાર્યાની આ ઘટના ધારીના દુધાળા નજીક બની હતી.
પરશોતમભાઇ નાનજીભાઇ વાણવી (ઉ.વ.35) નામના એસટી ડ્રાઇવરે ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગઇકાલે રાજકોટ દિવ રૂટની એસટી બસ નંબર જીજે 18 ઝેડ 6548 લઇને દિવ તરફ જઇ રહ્યાં હતા. ત્યારે ધારીના દુધાળા ગામથી અડધો કિમી દુર હોટેલ પાસે ત્રણ સવારી મોટર સાયકલની સાઇડ કાપી હતી. બાદમા બાઇકમા બેઠેલા રાહુલ રતાભાઇ મેવાડા, પ્રફુલ રસીકભાઇ નગવાડીયા અને વિજય ઉર્ફે લાલો બાબુભાઇ નગવાડીયા નામના શખ્સોએ બસને અટકાવી તુ કેમ દરરોજ ફુલ સ્પીડમા બસ ચલાવે છે કહી બોલાચાલી કરી હતી. બાદમા ગાળો આપી મારમાર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરી હતી. બનાવ અંગે એએસઆઇ એન.એસ.પોપટ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.