વિવાદ:મને ટકો ટકો કેમ કહો છો ? કહી યુવકને લાકડા વડે માર્યો

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 શખ્સે મારી નાખવાની ધમકી આપી

લાઠી તાલુકાના રાભડામા રહેતા રમીલાબેન લાલજીભાઇ પરમાર (ઉ.વ.35) નામના મહિલાએ દામનગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિ લાલજીભાઇને અહી રહેતા દિનેશ મધુભાઇ પરમારે મને ટકો ટકો કેમ કહો છો કહી બેાલાચાલી કરી હતી. તેમજ રાકેશ મધુ, નરેશ મધુ, બઘા વાઘા અને મનીષ માવજી નામના શખ્સો સહિતે તેને લાકડી વડે મારમારી ઇજા પહેાંચાડી ધમકી આપી હતી.

જયારે રેણુકાબેન દિનેશભાઇ પરમારે વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે લખમણ ઉકાભાઇ પરમાર, રમેશ લખમણ, નીતાબેન રમેશભાઇ, લીલાબેન લખમણભાઇ વિગેરેએ તેને ઢીકાપાટુનો મારમારી ઘર બહાર પડેલ સામાનમા તોડફોડ કરી 15 હજારનુ નુકશાન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...