તંત્ર માટે શરમની વાત:જિલ્લામાં આટલી શબવાહિની એમ્બ્યુલન્સ છતાં મૃતદેહને રીક્ષામાં કેમ લઇ જવા પડે છે?

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સબવાહીની એમ્બ્યુલન્સ હોવા છતાં મૃતદેહ રિક્ષામાં લઈ જવા પડે છે. - Divya Bhaskar
સબવાહીની એમ્બ્યુલન્સ હોવા છતાં મૃતદેહ રિક્ષામાં લઈ જવા પડે છે.
  • લાઠી તાલુકાના દુધાળાના પાંચેય મૃતક કિશોરના મૃતદેહ રીક્ષામાં ખડકી લઇ જવાયા

સમગ્ર અમરેલી જિલ્લામા સરકારી તંત્ર અને ખાનગી સંસ્થાઅાે પાસે માેટા પ્રમાણમા અેમ્બ્યુલન્સ અને શબવાહિનીઅાે છે. અામ છતા તેનાે યાેગ્ય ઉપયાેગ થતાે ન હાેય ગંભીર ઘટનાઅાેના સમયે મૃતદેહાેને રીક્ષા જેવા વાહનેામા લઇ જવા પડે છે. ગઇકાલે દુધાળામા પાંચ કિશાેરના મૃતદેહને પણ તંત્રની હાજરીમા રીક્ષામા નાખી લઇ જવાયા હતા.

વડીયામા વિકલાંગ યુવકના મૃતદેહને તાલુકાના ઉચ્ચ અધિકારીઅાેની હાજરી હાેવા છતા થ્રી વ્હીલ સાઇકલમા લઇ જવામા અાવ્યાની ઘટનામા તંત્રની ભારે ટીકા થઇ રહી છે. અાવી જ સ્થિતિ દુધાળામા પણ જાેવા મળી હતી. અહી અેકસાથે પાંચ કિશાેર ડૂબી જતા સમગ્ર તંત્ર અહી દાેડીને ગયુ હતુ.

મામલતદાર, પીઅેસઅાઇ ઉપરાંત લાઠી, અમરેલીના ફાયરબ્રિગેડના સ્ટાફને પણ બાેલાવાયાે હતાે. અા બધાની વચ્ચે અેમ્બ્યુલન્સ અને શબવાહિનીની વ્યવસ્થા શા માટે કરવામા ન અાવી ? તે માેટાે પ્રશ્ન છે. સરકાર અા પ્રકારની સેવાઅાે પાછળ લખલુટ ખર્ચ કરી રહી છે.

અેકસાથે પાંચ-પાંચ કિશાેરના માેત થાય તેવી ઘટનામા પણ ઉચ્ચસ્થાને બેઠેલા તંત્રવાહકાે શબાેને હાેસ્પિટલે પહાેંચાડવાની વ્યવસ્થા ન કરી શકે અને સેવાભાવી લાેકાેના વાહનાેમા મૃતદેહાેને ખડકી લઇ જવાય તે તંત્ર માટે ભારે શરમની વાત છે.

અન્ય સમાચારો પણ છે...