તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કરિયાણામાં તું વાછરડી કેમ લઇ ગઇ કહી મહિલાને પાઇપ માર્યાે

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી ગાળાે આપી ધમકી દીધી

બાબરા તાલુકાના કરીયાણામા રહેતા એક મહિલાને અહી જ રહેતા ત્રણ શખ્સાેઅે તુ વાછરડી કેમ લઇ ગઇ કહી બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, બાબરાના કરીયાણામા મહિલાને મારમાર્યાની આ ઘટના બની હતી. અહી રહેતા ભારતીબેન વિપુલભાઇ ડાભી (ઉ.વ.35) નામના મહિલાઅે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેણે પાેતાની વાછરડી ગામના મખાભાઇને ચરાવવા અાપી હતી.

તે વાછરડી લાલાભાઇને આપી હતી. જાે કે આ વાછરડી વાડીઅે આવી જતા લાલાભાઇ, શૈલેષભાઇ, ભીખાભાઇઅે બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી આપી હતી.જયારે લાલજીભાઇ ભીખુભાઇ ચાવડાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે વાછરડી લેવા જતા વિપુલ ડાભી, રઘુ ભગા ડાભી, ભારતીબેન વિપુલભાઇ વિગેરેઅે બાેલાચાલી કરી મારામારી કરી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અેમ.અેન.પાેપટ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...