તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ધાેરિયામાં પાઇપ કેમ નાખી છે કહી 3 શખ્સે યુવતીને માર માર્યાે

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • લાઠી તાલુકાના કેરિયા ગામનો બનાવ
 • મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી

લાઠી તાલુકાના કેરીયામા રહેતી અેક યુવતીને અહી જ રહેતા ત્રણ શખ્સાેઅે ધાેરીયામા પાઇપ કેમ નાખી છે કહી બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા લાઠી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવતીને મારમાર્યાની અા ઘટના લાઠીના કેરીયામા બની હતી.

અહી રહેતા કાજલબેન ઠાકરશીભાઇ માણાવદરીયા (ઉ.વ.31) નામની યુવતીઅે લાઠી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે વાડીઅે પાણીના ધાેરીયામા પાઇપ કેમ નાખી છે કહી જયદેવ નારણભાઇ અને સરાેજબેન નારણભાઇ તેમજ બીનાબેન નારણભાઇઅે બાેલાચાલી કરી ગાળાે અાપી હતી. તેમજ લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપી હતી.

જયારે શારદાબેન નારણભાઇ માણાવદરીયાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ઠાકરશીભાઇ પરશાેતમભાઇ અને કાજલબેન ઠાકરશીભાઇઅે બાેલાચાલી કરી ધારીયા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અેઅેસઅાઇ બી.પી.ધાંધલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો