તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:દીકરાનું નામ છાપામાં કેમ આપ્યું કહી આધેડ પર પાઇપ વડે હુમલો, ધારીનો બનાવ: 3 શખ્સે ઉશ્કેરાઇ જઇ ગાળાે પણ આપી

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

ધારીમા રહેતા એક આધેડને અહી જ રહેતા ત્રણ શખ્સાેએ તારા ભત્રીજાએ મારા દીકરાનુ નામ છાપામા કેમ આપ્યું કહી બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે આ બારામા ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.આધેડ પર પાઇપ વડે હુમલાની આ ઘટના ધારીમા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહી ઇન્દિરા નગરમા રહેતા મનસુખભાઇ દેવજીભાઇ દાફડા (ઉ.વ.58) નામના આધેડે ધારી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે રમેશ રાજાભાઇ માધડ, પાર્વતીબેન રમેશભાઇ અને મયુર રમેશભાઇએ તેની દુકાને ધસી આવી તારા ભત્રીજાએ મારા દીકરાનુ નામ છાપામા કેમ આપેલ છે કહી બાેલાચાલી કરી ગાળાે આપી હતી. આ ઉપરાંત ઉશ્કેરાઇ જઇ પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

જયારે પાર્વતીબેન રમેશભાઇ માધડે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે મનસુખ દેવજીભાઇ દાફડા, વીકીભાઇ મનસુખભાઇએ બાેલાચાલી કરી તેના પતિને પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ તેને ઝાપટ મારી ઇજા પહાેંચાડી હતી.પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અાર.બી.સમા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો