ક્રાઇમ:તું ગામમાં સામે કેમ કતરાયો કહી યુવક પર ત્રણનાે હુમલાે

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટીંબલાની ઘટના: પાઇપ, ધોકા વડે તુટી પડ્યા

અમરેલી તાલુકાના ટીંબલા ગામે રહેતા એક યુવકને અહી જ રહેતા ત્રણ શખ્સાેએ તુ ગામમા સામે કેમ કતરાઇ છે કહી બાેલાચાલી કરી પાઇપ અને ધાેકા વડે હુમલાે કરી ઇજા પહાેંચાડતા તેણે આ બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા પ્રતાપભાઇ નાજભાઇ ખાખડીયા (ઉ.વ.30) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ પાેતાનુ માેટર સાયકલ લઇ બગસરાથી આવી રહ્યાં હતા ત્યારે ગામના પાટીયા પાસે કારમા ધસી આવેલા ભરત મનુભાઇ વાળા, પ્રદિપ ઉમેશભાઇ વાળા અને અજય કશુભાઇ વાળા નામના શખ્સાેએ તુ મને ગામમા સામાે મળે છે ત્યારે મારી સામે કેમ કતરાઇ છે કહી બેાલાચાલી કરી હતી.

આ શખ્સાેએ જેમફાવે તેમ ગાળાે આપી લાેખંડના પાઇપ તેમજ બાવળના ધાેકા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ એ.પી.ડેર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...