તપાસ:તું કેમ દાદાગીરી કરે છે કહી માજી સરપંચને પાઇપ માર્યો, 3 શખ્સે મારી નાખવાની ધમકી પણ આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખાંભા તાલુકાના જુના માલકનેસમા રહેતા પુર્વ સરપંચને અહી જ રહેતા ત્રણ શખ્સાેઅે તુ કેમ દાદાગીરી કરે છે કહી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.અહી રહેતા સુભાષભાઇ પરબતભાઇ દયાળ (ઉ.વ.42) નામના માજી સરપંચ યુવાનને ગામમા રહેતા મહેન્દ્રભાઇ નરેશભાઇ ખુમાણે ફાેન કરી તુ કેમ દાદાગીરી કરે છે કહી બસ સ્ટેશન પાસે બાેલાવ્યા હતા. અહી અનકભાઇ દેવાયતભાઇ કાેટીલાઅે તેની સાથે બાેલાચાલી કરી લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

તેમજ ખાેડાભાઇ નનકુભાઇ બાેરીચાઅે પણ ઢીકાપાટુનાે મારમાર્યાે હતાે.અા ત્રણેય શખ્સાેઅે તેને મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે સુભાષભાઇઅે ત્રણેય સામે ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અેમ.બી.મહેરા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...