ફરિયાદ:માતાજીના માંડવામાં ભુવા ધુણતા હોઇ પૈસા ઉડાડવા જતા મહિલાને મારમાર્યો

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અમદાવાદથી કૌટુંબિક ભાઇના ઘરે અમરેલી આવ્યા હતા
  • ​​​​​​​ચાર શખ્સોએ મહિલાના માતા પિતા અને ભાઇને પણ ઇજા પહોંચાડી

અમદાવાદમા રહેતા એક મહિલા તેના કૌટુંબિક ભાઇના ઘરે માતાજીના માંડવામા અમરેલી આવ્યા હતા. ત્યારે માંડવામા ભુવા ધુણતા હોય આ મહિલા પૈસા ઉડાડવા જતા ચાર શખ્સોએ તેને માંડવામાથી બહાર કાઢી મુંઢમાર મારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, મહિલાને મારમાર્યાની આ ઘટના અમરેલીમા બની હતી. ઉષાબેન દિનેશભાઇ રાઠોડ (ઉ.વ.27) નામના મહિલાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના કૌટુંબિક ભાઇએ માતાજીનો માંડવો રાખ્યો હોય જેથી તેઓ ગારીયાધારથી અમરેલી આવ્યા હતા. અહી માતાજીનો માંડવો શરૂ હોય અને માંડવામા ભુવા ધુણતા હોય ત્યારે તેઓ પૈસા ઉડાડવા માટે ગયા હતા.

જો કે અહી સુરા હરીભાઇ, હરી માનાભાઇ, ભીમા માનાભાઇ અને પુના ભીમાભાઇ નામના શખ્સોએ તેને માંડવામાથી બળજબરી બહાર કાઢી મુંઢમાર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ મહિલાના માતા પિતા અને ભાઇને પણ મારમાર્યો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરવાડીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...