અમરેલીમાં પત્નીની હત્યા:મોટા ઉજાળા ગામે લગ્નમાં જવાની જીદ કરતી પત્ની સૂતી હતી ત્યારે પતિએ ગળું દબાવી પતાવી દીધી

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડિયાના મોટા ઉજળામાં પત્નીનાં મોત અંગે પતિની પૂછપરછમાં ભાંડો ફૂટ્યો

વડીયા તાલુકાના માેટા ઉજળામા ગઇકાલે દાહાેદ પંથકની એક મહિલાનુ શંકાસ્પદ હાલતમા માેત થયા બાદ આખરે આ ઘટનામા પતિએ જ પત્નીની હત્યા કર્યાનુ ખુલ્યુ છે. દાહાેદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માેટી ઢઢેલી ગામે રહેતા ચુનીયાભાઇ વજીયાભાઇ બારીયાએ આ બારામા પાેતાના જમાઇ હાલ વડીયા તાલુકાના માેટા ઉજળા ગામે રહેતા અને મુળ ફતેપુરા તાલુકાના ધણીખુટ સુખસર ગામના હિમત ઉર્ફે મેહુલ કાનજી મકવાણા સામે વડીયા પાેલીસમા ફરિયાદ નાેંધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે તેની પુત્રી આશા પતિ અને સાસુ સસરા સાથે માેટા ઉજળામા રહેતી હતી. જયાં તેમણે ખેતીની જમીન ભાગવી વાવવા રાખી છે. ફઇના દીકરાના લગ્ન હાેય બે દિવસ પહેલા તેમણે આશાને લગ્નમા આવવા માટે ફાેન કર્યાે હતાે. તે સમયે જ આશાએ તેનાે પતિ આ લગ્નમા આવવાની ના પાડતાે હાેવાનુ જણાવ્યું હતુ.

સોમવારે રાત્રે આશા અને તેના પતિ હિમત વચ્ચે આ મુદે બાેલાચાલી થઇ હતી. આશા જે ખાટલા પર સુતી હતી તે ખાટલાનુ વાણ છાેડી તે દાેરી વડે જ પતિએ ગળુ દબાવી દઇ હત્યા કરી નાખી હતી. જયાં તેણે પત્નીને હાર્ટએટેક આવ્યાે હાેવાનુ જણાવ્યું હતુ. જાે કે ગળા પર ફાંસાના ઇજાના નિશાન હાેય પાેલીસે ડાેકટરની પેનલ પાસે પીએમ કરાવ્યું હતુ. હિમત મકવાણા પાેલીસને ગાેળગાેળ વાતાે કરી ભટકાવી રહ્યાે હતાે પરંતુ હિમતના પિતાએ પણ પાેતાના પુત્રએ જ હત્યા કર્યાનુ વેવાઇ પાસે કબુલતા આખરે પાેલીસે હત્યાનાે ગુનેા નાેંધ્યાે હતાે.

ઇજાના નિશાને ભાંડાે ફાેડ્યાે
બનાવને છુપાવવા હિમત પત્નીની લાશને સાૈપ્રથમ કુંકાવાવના ખાનગી દવાખાને લઇ ગયાે હતાે પરંતુ માેત શંકાસ્પદ જણાતા ખાનગી તબીબે લાશ વડીયા સિવીલમા ખસેડી હતી. અહી મહિલાના ગળા પર ઇજાના નિશાન સ્પષ્ટ ઉપસી આવતા હત્યાનાે ખુલાસાે થયાે હતાે.

વેવાઇએ મધરાતે ફાેન કર્યાે- તમારી પુત્રી કંઇ બાેલતી નથી
ચુનીભાઇ બારીયાને તેમના વેવાઇ કાનજીભાઇ મકવાણાએ ફાેન કરી એવુ કહ્યું હતુ કે તમારી પુત્રીને કંઇક થઇ ગયુ છે અને બાેલતી નથી. ચુનીભાઇ જયારે વડીયા ગયા ત્યારે વેવાઇએ જ તેની સામે કબુલ કર્યુ હતુ કે તેના પુત્રે ગળાફાંસાે દઇ આશાને મારી નાખી છે.

અન્ય સમાચારો પણ છે...