મુંઝવણ:ક્યા સાવજને નરભક્ષી ગણવો? વનતંત્ર માટે મુંઝવણ ઉભી થઇ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુમલો કરનાર સાવજને ઓળખવા કોઇ નક્કર પુરાવા નથી
  • થોડા જ દિવસોમાં ઘનશ્યામનગરમાં સાવજે ત્રણ બાળકોનો ભોગ લીધો હતો

સાવરકુંડલાના ઘનશ્યામનગર પંથકમા ત્રણ માસમા ત્રણ લોકોને મારી નાખનાર નરભક્ષી સાવજને ઓળખવા વનતંત્ર મથામણ કરી રહ્યું છે. પરંતુ આ ઓળખ મેળવવી હાલના તબક્કે ખુબ જ જટીલ જણાઇ રહી છે. સામાન્ય રીતે કોઇ સાવજ માણસનો શિકાર કરી તેના મૃતદેહને ખાઇ જાય તો તે વિસ્તારના સાવજોને પકડી તમામ સાવજોના મળની ચકાસણી કરવામા આવે તો તેણે માનવ ભક્ષણ કર્યુ છે કે કેમ તેની જાણકારી મેળવી શકાય છે. પરંતુ આવા કિસ્સામા તે સાવજ 48 કલાકમા પકડાઇ જવો જોઇએ અન્યથા તેના મળનો પણ નિકાલ થઇ જાય છે. અગાઉ ઘનશ્યામનગર વિસ્તારમા બે વખત સાવજોએ માનવ ભક્ષણ કર્યુ હતુ. પ્રથમ ઘટના વખતે પાંચ સાવજ અને બીજી ઘટના વખતે ત્રણ સાવજ પાંજરે પુરાયા હતા. પરંતુ ખરેખર પકડાયેલા સાવજોએ માનવ ભક્ષણ કર્યુ જ ન હતુ.

ત્રણ દિવસ પહેલા સાવજે વધુ એક બાળકને મારી નાખ્યો હતો. જેને પગલે વનતંત્રએ અહીથી એક નર, બે માદા અને પાંચ બચ્ચા સહિત આઠને પાંજરે પુર્યા છે. આ વિસ્તારમા હવે આટલા જ સાવજ બચ્યા હતા. જેથી તેમાથી જ કોઇ માનવભક્ષી હોવાની પુરી શકયતા છે. પરંતુ આ બાળકને મારી નાખ્યા બાદ સાવજે ખાધો ન હોય મળના નમુનાથી પણ સાવજની ઓળખ નહી મળે. ઘટના સ્થળેથી સિંહના વાળના નમુના મળે તો તેના ડીએનએના આધારે પણ આવા સિંહની ઓળખ કરી શકાય છે. અહી વાળના નમુના પણ મળ્યાં નથી. માત્ર ફુટમાર્ક મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...