તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસામાં અકસ્માતનો ભય:અમરેલીના રાજમહેલ કેમ્પસમાં માર્ગ બિસ્માર, નવો ક્યારે બનશે?

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મસમોટા ખાડાઓથી વાહન ચાલક પરેશાન

અમરેલીના રાજમહેલ કેમ્પસમાં લાંબા સમયથી માર્ગ બિસ્માર છે. અહીં મસમોટા ખાડાઓથી વાહન ચાલક પરેશાન છે. પણ નવો માર્ગ બનાવવા માટે તંત્ર આંખ આડા કાન કરે છે. જો આવીને આવી સ્થતિ રહી તો ચોમાસામાં રાજમહેલ કેમ્પસમાં વાહન અકસ્માતની વણજાર બનશે.

અમરેલીના રાજમહેલ કેમ્પસમાં જિલ્લા કલેક્ટર ઓફિસ, બહુમાળી ભવન, પ્રાંત કચેરી, સીટી પોલીસ સ્ટેશન અને જિલ્લા આયોજન કચેરી આવેલી છે. દિવસમાં અનેક લોકો સરકારી કચેરીઓમાં કામ અર્થે આવે છે. પણ રાજમહેલ કેમ્પસના માર્ગથી તોબાહ પોકારી ઉઠે છે. કેમ્પસના તમામ રસ્તો બદતી બદતર હાલમાં છે. મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે. પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.

રાજમહેલ કેમ્પસમાં આવેલ સરકારી કચેરીઓમાંથી પણ માર્ગ ક્યારે નવા બનશે. તેવા સવાલ ઉઠી રહ્યા છે. પણ સ્થાનિક તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે. જો આવીને આવી સ્થતિ રહી તો ચોમાસામાં વાહન અકસ્માત બનવાના બનાવોમાં વધારો થશે. ત્યારે હવે હોવું રહ્યું કે તંત્ર ક્યારે જાગશે. અને માર્ગ નવા બનશે કે નહી. કે પછી લોકોને ફરજીયાત હાડમારી વેઠવી પડશે ?.

અન્ય સમાચારો પણ છે...