ST વિભાગ મૌન:અમરેલી નવા બની રહેલા એસટી ડેપોની કામગીરી કયારે પૂર્ણ થશે ?

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી કામગીરી ટલ્લે ચડી છે - નપણ એસટી વિભાગે મૌન સેવી લીધું

અમરેલી એસટી બસ ડેપોની કામગીરી વર્ષોથી ટલ્લે ચડી છે. અહી ચૂંટણી પહેલા પણ બસ ડેપોનુ નિમાર્ણ કાર્ય પૂર્ણ થાય કે નહી તેના પર સવાલ ઉઠી રહ્યા છે. ફરી એક વખત એસટી ડેપોની કામગીરી પૂર્ણ કરવા માટે એજન્સીએ જુલાઈ માસની તારીખ આપી છે. અત્યાર સુધીમાં એજન્સીએ તારીખ પે તારીખ જ આપી છે. પણ એસટી વિભાગે આ અંગે મૌન સેવી લીધું છે.

એસટી વિભાગના બાંધકામ શાખાના સુત્રોએ જણાવ્યું હતું કે નવા ડેપોની કામગીરી પૂર્ણ કરવા અંગે ફરી જુલાઈ માસની તારીખ અપાઈ છે. સીસી રોડ અને પરચુરણ કામગીરી બાકી છે. અત્યારે ઈલેકટ્રીકની કામગીરી શરૂ છે. અમરેલીમાં કરોડોના ખર્ચે નવા ડેપોની કામગીરી વર્ષોથી શરૂ છે. પણ હજુ સુધી અમરેલીવાસીઓને નવો ડેપો મળ્યો નથી.

જેના કારણે અત્યારે કામ ચલાઉ એસટી બસ સ્ટેન્ડમાં લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. પણ હજુ અમરેલીના લોકોને નવા બસ ડેપો માટે કેટલી રાહ જોવી પડશે. તેના પર સવાલ ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...