તંત્રનું ઉદાસીનવલણ:કુંકાવાવના સનાળીનો બિસ્માર માર્ગ કયારે બનાવવામાં આવશે?

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 માસ પહેલા પણ રહિશોએ રજુઆત કરી હતી છતા તંત્ર ઉદાસીન

કુંકાવાવના સનાળીમા વણકરવાસ સુધીનો માર્ગ પાછલા ઘણા સમયથી બન્યો નથી. જેના કારણે આ વિસ્તારના રહિશોને હાડમારી વેઠવી પડી રહી છે. બે માસ પહેલા પણ માર્ગ બનાવવા સ્થાનિક રહિશ દ્વારા રજુઆત કરાઇ હતી છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામા નથી આવી.

સનાળીમા રહેતા મયુરભાઇ જયંતીભાઇ મકવાણા દ્વારા અગાઉ તંત્ર સમક્ષ અહી માર્ગ બનાવવા રજુઆતો કરી હતી. પરંતુ રજુઆતને પણ બે માસ જેટલો સમય વિતી ગયો હોવા છતા અહી માર્ગ બનાવવાની કોઇ કામગીરી હાથ ધરવામા આવી નથી. અહીના વણકરવાસ સુધી માર્ગ ધુળીયો બની ગયો છે.

ચોમાસા દરમિયાન તો આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડશે. અગાઉ માર્ગ ન બને તો આંદોલન કરવાની પણ રહિશોએ ચિમકી ઉચ્ચારી હતી. જો કે તેમ છતા હજુ સુધી તંત્ર દ્વારા આ પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...