તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પત્નીએ જુગાર રમવાની ના પાડતા પતિએ લોખંડનો દસ્તો ઝીંકયો

અમરેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાળો આપી મુંઢ ઇજા પહોંચાડતા ફરિયાદ

સાવરકુંડલામા રહેતા એક મહિલાએ તેના પતિને જુગાર રમવાની ના પાડતા પતિએ ઉશ્કેરાઇ જઇ લોખંડના દસ્તા વડે ઇજા પહોંચાડતા તેણે આ બારામા સાવરકુંડલા સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

મહિલાને મારમાર્યાની આ ઘટના સાવરકુંડલામા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહીના નાના બસ સ્ટેન્ડ પાસે ગોદરા નજીક રહેતા મંજુબેન ભરતભાઇ પરમાર (ઉ.વ.35) નામની મહિલાએ સાવરકુંડલા સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેના પતિ ભરતભાઇને જુગાર રમવાની ટેવ હોય તમે શું કામ જુગાર રમો છો કહેતા તેણે બોલાચાલી કરી હતી. ભરતભાઇએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી લોખંડના દસ્તા વડે ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ કે.ડી.રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...