આપઘાત:પત્ની મોડી ઘરે આવતા પતિએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્ની ઘરે આવ્યા બાદ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી

સાવરકુંડલા તાલુકાના આદસંગમા રહેતા એક યુવક અને તેના પત્ની ગામમા કારજના જમણવારમા ગયા હતા. જો કે પત્ની ઘરે મોડી આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેને પગલે યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.યુવકના આપઘાતની આ ઘટના સાવરકુંડલા તાલુકાના આદસંગમા બની હતી. અહી રહેતા કાળુભાઇ પ્રાગજીભાઇ ભાલીયા (ઉ.વ.39) નામના યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ.

બનાવ અંગે મૃતક યુવકના ભાઇ બાબુભાઇએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જણાવ્યું હતુ કે ગામમા કારજનુ જમણવાર હોય તેના ભાઇ કાળુભાઇ અને ભાભી નીતાબેન જમવા આવ્યા હતા. જો કે નીતાબેન જમણવારમાથી ઘરે મોડા પહોંચ્યા હતા જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે કાળુભાઇએ ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...