તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • When The Question Of Rajula's Underground Sewer Resounded In The Assembly, When Ambareesh Dere Asked The Question, Nitin Patel Said The Work Has Been Completed In 2017, Congress Made The Problem Of Emerging Sewer Live On Facebook.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:રાજુલાની ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વિધાનસભામાં ગુંજ્યો, અંબરીશ ડેરે સવાલ પૂછ્યો તો નીતિન પટેલે કહ્યું- કામ 2017માં જ પૂર્ણ થઈ ગયું છે, કૉંગ્રેસે ઉભરાતી ગટરની સમસ્યા ફેસબુક પર લાઈવ કરી

અમરેલીએક મહિનો પહેલા

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા શહેર મા વર્ષો થી ભૂગર્ભ ગટર મામલે અનેક વખત વિવાદો થયા છે ભૂતકાળ મા અધૂરા કરેલા ગટર ના કામે સમગ્ર શહેરીનનો કરી દીધા છે પરેશાન અનેક વખત ભ્રષ્ટાચાર ના ગંભીર આક્ષેપ કર્યા છે જ્યારે અગાવ ભાજપ શાસિત નગરપાલિકા સમયે ભૂગર્ભ ગટર નુ કામ કરાયુ હતુ જ્યારે હાલ માં કોંગ્રેસ શાસિત પાલિકા ચાલી રહી છે ત્યારે સતત શહેર મા ગટર ના ગંદા પાણી ઉભરાવવા થી રાજુલા વાસી ઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

જ્યારે સ્થાનીક લોકો દ્વારા અનેક વખત પાલિકા અને ધારાસભ્ય અંબરીશ ડેર ને રજૂઆતો કરાય હતી જ્યારે ભૂગર્ભ ગટર અગાવ બની ગઈ પરંતુ અધૂરું કામ કરો ભષ્ટાચાર સાથે બની હોવાને કારણે લોકો પરેશાન થાય છે વાંરવાર કોમ્ગ્રેસ ના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પણ લેખીત મૌખિત સરકાર સુધી રજૂઆતો કરાય તપાસ કરવા ની માંગણી કરાય છે.

પરંતુ કોઈ પરિણામ નહિ મળતા આ વખતે વિધાન સભા સત્ર દરમિયાન અંબરીશ ડેર દ્વારા પ્રશ્નન પૂછી કહ્યું અમારા વિસ્તાર ના ગટર ના પ્રશ્નને મને હજુ સુધી કોઈ જવાબ મળેલ નથી યોગ્ય રીતે તપાસ કરી ગટર નુ કામ બાબતે યોગ્ય કરો તો મારો વિસ્તાર તમારો કાયમી ઋણી રહેશે જ્યારે સામે જવાન મા નાયબ મુખ્યમંત્રી એ કહ્યું આ કામગીરી 2017 માં પૂર્ણ થઈ છે તપાસ ટીમ ના અહેવાલ અને રિપોટ પણ મળી ગયા છે 90% લોકો એ કનેક્શન મેળવી લીધા છે ગટર બાબતે કોઈ તકલીફ નથી 2017 માં કામ પૂર્ણ થયા બાદ પાલિકા ને સોંપી દીધી છે. આ પ્રકાર ના નિવેદન બાદ રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત જોશી,પાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા દ્વારા ગટર ઉભરાતી હતી તેવી જગ્યા એ ફેસબુક ના માધ્યમ થી ગટર ઉભરાતી ના દ્રશ્યો બતાવી ગટર ના પ્રશ્નન અધૂરા છે અને લોકો હેરાન પરેશાન થાય છે ફરીવાર તપાસ કરવા ની માંગ ઉઠાવી હતી

ભૂગર્ભ ગટર યોજનાનિષ્ફળ છે-શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત જોશી એ કહ્યું ભૂગર્ભ ગટર સંપૂર્ણ નિષ્ફળ છે નીતિનભાઈ પટેલ અહીં સોશ્યલ મીડિયા ના માધ્યમ થી દ્રશ્યો જુવે અહીં ગટર ઉભરાય છે ફરી અધિકારીઓ મોકલો તપાસ કરે લોકો શાંતિ થી જીવી શકે ગટર બાબતે લોકો ખૂબ પરેશાન છે હું સોશ્યલ મીડિયા ના માધ્યમ થી રજુઆત કરું છું.

રાજુલા કોંગ્રેસ દ્વારા સોશ્યલ મીડિયા થી સમસ્યા ને વાચા આપી ફેસબુક ના માધ્યમ થી દ્રશ્યો લાઈવ કર્યા
રાજુલા કોંગ્રેસ દ્વારા સોશ્યલ મીડિયા થી સમસ્યા ને વાચા આપી ફેસબુક ના માધ્યમ થી દ્રશ્યો લાઈવ કર્યા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો