હુમલો:વિજપાેલ લઇ જવાની ના પાડતાં યુવકને લાેખંડની ટામીથી માર્યો

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા તાલુકાના જૂની બારપટોળીમાં બનેલી ઘટના

રાજુલા તાલુકાના જુની બારપટાેળીમા રહેતા અેક યુવકની વાડીના શેઢે પડેલ વિજપાેલ ટ્રેકટરમા ભરી લઇ જતા હાેય ના પાડતા ત્રણ શખ્સાેઅે લાેખંડની ટાેમી વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમાર્યાની અા ઘટના રાજુલાના જુની બારપટાેળીમા બની હતી. અહી રહેતા શિવાભાઇ અમરૂભાઇ કાેટીલા (ઉ.વ.30) નામના યુવકે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમની વાડીના શેઢે પડેલ વિજપાેલ ટ્રેકટર પાછળ બાંધી લઇ જતા હેાય તેણે ના પાડતા લાલા ઉનડભાઇ વાઘ, સાવજ ઉર્ફે લાલાે ભાણાભાઇ લાખણાેત્રા અને પ્રદિપ અમરાભાઇ મકવાણા નામના શખ્સાેઅે લાેખંડની ટાેમી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપી હતી.જયારે લાલાભાઇ ઉનડભાઇ વાઘે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે પ્રદિપભાઇ અને સાવજભાઇ તેની વાડીઅે બેઠા હતા ત્યારે શિવા અમરૂભાઇ કાેટીલાઅે ગાળાે અાપી લાફા ઝીંકી દઇ મારી નાખવાની ધમકી અાપી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અેઅેસઅાઇ બી.ડી.અમરેલીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...