વાહન ચાલકોને હાલાકી:આ તે કેવી ગટર ? દર વખતે રીપેર થાય અને પંદર દિવસમાં તૂટી જાય

વડીયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડિયા પોસ્ટ ઓફિસ સામેની તૂટેલી ગટર જોખમી: વાહન ચાલકોને હાલાકી

વડીયામા પોસ્ટ ઓફિસ સામે એક વિચિત્ર ગટર આવેલી છે. તેને જયારે પણ રીપેર કરવામા આવે ત્યારે પંદર દિવસમા જ તે તુટી જાય છે. જયારે વરસાદી પાણી પસાર થતુ હોય ત્યારે આ ગટર જોખમી બની જાય છે.વડીયામા સુરગપરામા શિવાજી ચોકથી એસબીઆઇ બેંક તરફના રસ્તે પોસ્ટ ઓફિસ સામે આવેલી ગટરને હવે લોકો મજાકમા જાદુઇ અને રહસ્યમઇ ગટર કરી રહ્યાં છે.

કારણ કે વડીયામા સરપંચ ગમે તેટલા બદલાય પણ અહીની ગટર હંમેશા તુટેલી જ રહે છે. જયારે પણ આ ગટરને રીપેર કરવામા આવે તેના થોડા દિવસમા જ તે તુટવા માંડે છે. આ ગટરને પંચાયતના કોઇ સતાધીશો યોગ્ય રીતે રીપેર કરી શકયા નથી.ભારે વરસાદમા અહી સુરગપરાનુ પાણી પસાર થતુ હોય ગટરનો તુટેલો ભાગ દેખાતો નથી. જેના કારણે અહીથી પસાર થતા લોકો પર સતત જોખમ ઝળુંબતુ રહે છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો પણ આ ગટરથી તોબા પોકારી ઉઠયાં છે. આ પ્રશ્નનુ કાયમી નિરાકરણ જરૂરી છે.તસવીર- જીતેશગીરી ગોસાઇ

અન્ય સમાચારો પણ છે...