મારી નાખવાની ધમકી:તારા ભાઇએ યુવતીની સગાઇ શું કામ કરાવી કહી યુવક પર પાઇપ વડે હુમલો, ખાંભા તાલુકાના આંબલીયાળા ગામની ઘટના

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉશ્કેરાઇ જઇ ગાળો આપી મારી નાખવાની ધમકી પણ દીધી

ખાંભા તાલુકાના આંબલીયાળામા રહેતા એક યુવકને અહી જ રહેતા એક શખ્સે તારા ભાઇએ યુવતીની સગાઇ શું કામ કરાવી કહી બોલાચાલી કરી લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવક પર પાઇપ વડે હુમલાની આ ઘટના ખાંભાના આંબલીયાળામા બની હતી.

અહી રહેતા વિપુલભાઇ મનુભાઇ મકવાણા (ઉ.વ.22) નામના યુવાને ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ સાંજે જમીને પાનની દુકાને સોડા પીવા માટે ગયા હતા. તઅને ગામના એક યુવક સાથે વાતો કરી રહ્યાં હતા. તે દરમિયાન પરેશ મનુ સોલંકી નામનો શખ્સ હાથમા લોખંડનો પાઇપ લઇ ત્યાં ધસી આવ્યો હતા.

આ શખ્સે કહ્યું હતુ કે તારા ભાઇ ભરતે સરપંચના ભાઇ ખાટુભાઇની દીકરીની સગાઇ શું કામ કરાવી છે કહી બોલાચાલી કરી હતી. તેમજ ગાળો આપી લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. અને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...