તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Well Known Folk Singer Kirtidan Gadhvi Said, I Have Also Got Vaccinated, You Should Also Get Vaccinated, People Should Register Quickly.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ કહ્યું, મે પણ રસી લીધી છે, તમે પણ રસી લો, લોકો ઝડપથી રજીસ્ટ્રેશન કરાવે

અમરેલી11 દિવસ પહેલા

કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે કોવિડ ગાઇડલાઇનના પાલન ઉપરાંત વેક્સિન લેવી અત્યંત જરૂરી છે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અનેક જાણીતા કલાકાર યુવાનોથી લઇને બધાને વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યાં છે. લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા અમરેલી જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે અને કહ્યું છેકે મે પણ રસી લીધી છે તમે પણ રસી લો. નોંધનીય છેકે, આ પહેલા માયાભાઇ આહિરે પણ લોકોને રસી લેવા માટે અપીલ કરી હતી.

મે પણ રસી લીધી છે અને તમે પણ રસી લો અમરેલી જિલ્લાના રહેવાસીઓને અપીલ કરતા કીર્તિદાન ગઢવીએ જણાવ્યું છેકે, ગુજરાત અને દેશભરમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. મે પણ રસી લીધી છે અને તમે પણ રસી લો. ખોટી અફવાઓથી દૂર રહો. 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે રજીસ્ટ્રેશન ચાલુ થઇ ગયું છે. તો ઝડપથી તમારું રજીસ્ટ્રેશન કરાવો અને રસી લો. કારણ કે, રસી કોરોનાથી બચવા માટેનું અમુલ શસ્ત્ર છે. સાથોસાથ સરકારની કોરોના ગાઇડલાઇનનું પાલન કરીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો