તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • We Raised The Water Of Nevana: Rupani, Chavand 644 Karad Navada Chavand Pipeline Project Closing Ceremony: Amreli Will Be Made The Leader In All Areas In The Development Of Saini Yajna: CM

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાેજનાનું ખાતમુહૂર્ત:અમે નેવાના પાણી માેભે ચડાવ્યા: રૂપાણી, ચાવંડમાં 644 કરાેડની નાવડા ચાવંડ પાઇપ લાઇન યાેજનાનું ખાતમુહૂર્ત : સાૈની યાેજના વિકાસમાં તમામ ક્ષેત્રે અમરેલીને અવ્વલ બનાવાશે: સીએમ

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રીઅે જે યાેજનાનુ ખાતમુર્હુત કર્યુ છે જે બલ્ક પાઇપ લાઇન યાેજના જુન 2022મા પુર્ણ કરાશે. 20 મહિનામા અા યાેજના પુર્ણ થઇ જશે. - Divya Bhaskar
મુખ્યમંત્રીઅે જે યાેજનાનુ ખાતમુર્હુત કર્યુ છે જે બલ્ક પાઇપ લાઇન યાેજના જુન 2022મા પુર્ણ કરાશે. 20 મહિનામા અા યાેજના પુર્ણ થઇ જશે.
 • આ યોજના થકી સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 1298 ગામ અને 36 શહેરની 33 લાખની વસ્તીને પીવાના પાણીનો લાભ થશે

લાઠી તાલુકાના ચાવંડ ખાતે આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 644 કરાેડના ખર્ચે સાકાર થનારી નાવડા ચાવંડ બલ્ક પાઇપ લાઇન યાેજનાનુ ખાતમુર્હુત કર્યુ હતુ. આ તકે તેમણે જણાવ્યું હતુ કે આ યાેજનાનાે આરંભ કરી સરકારે નેવાના પાણી માેભે ચડાવવાનુ ભગીરથ કામ કર્યુ છે.

આજે બપાેરે ચાવંડ ખાતે પાણી પુરવઠા યાેજનાના સંપ ખાતે યાેજાયેલા કાર્યક્રમમા મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે રાજયના કિસાનાેની વિજળી અને પાણીની જરૂરીયાત પુરી કરવા સરકાર સંપુર્ણ પ્રતિબધ્ધ છે. ઓછા વરસાદની સ્થિતિમા સાૈરાષ્ટ્રના લાેકાેને હિજરત કરવી ન પડે તે માટે સરકાર પરિપુર્ણ આયાેજન કરી રહી છે. તેમણે જણાવ્યું હતુ કે નર્મદા પાઇપ લાઇન અને ડીસેલીનેશન પ્લાન્ટના સમન્વયથી સાૈરાષ્ટ્રને પાણીદાર બનાવવાનાે પ્રયત્ન થઇ રહ્યાે છે. આવનારા સમયમા દરિયા અને નદીના પાણીનાે સંગમ સીમાચિન્હરૂપ સાબિત થશે. સાૈની યાેજના 2021મા પુર્ણ કરવા રાજય સરકાર કટિબધ્ધ છે.

સામાન્ય રીતે રાજકીય નેતાઅાેની સભામા સાેશ્યલ ડિસ્ટન્સના નિતી નિયમાે ભુલી જવામા અાવે છે. પરંતુ અહી મુખ્યમંત્રીની સભામા સાેશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે રીતે બેઠક વ્યવસ્થા ગાેઠવાઇ હતી.
સામાન્ય રીતે રાજકીય નેતાઅાેની સભામા સાેશ્યલ ડિસ્ટન્સના નિતી નિયમાે ભુલી જવામા અાવે છે. પરંતુ અહી મુખ્યમંત્રીની સભામા સાેશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે રીતે બેઠક વ્યવસ્થા ગાેઠવાઇ હતી.

તેમણેએમપણ જણાવ્યું હતુ કે છેલ્લા બે દિવસમા રાજયભરમા 1976 કરાેડના ખર્ચે વિકાસ કામાે શરૂ કરાયા છે. પાણીને પ્રગતિનુ પ્રતિક ગણાવી તેમણે જણાવ્યું હતુ કે સાૈની યાેજના વિકાસના તમામ ક્ષેત્રમા અમરેલીની અવ્વલ બનાવશે. બાદમા તેમણે રૂપિયા 644 કરાેડના ખર્ચે તૈયાર થનારી નાવડા ચાવંડ બલ્ક પાઇપ લાઇન યાેજનાનુ ઇ-ડિઝીટલ તકતી અનાવરણ કરી ખાતમુર્હુત કર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે અા યાેજના થકી સાૈરાષ્ટ્રના પાંચ જિલ્લાના 1298 ગામ અને 36 શહેરની 33 લાખની વસતિને પીવાના પાણીનાે લાભ થશે. અા કાર્યક્રમમા રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગુજકાે માસાેલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિકભાઇ વેકરીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો