પાણીનો વેડફાટ:રાજુલાના છતડીયા પાસે નર્મદાના સંપમાંથી રસ્તા પર પાણી વેડફાયું, અધિકારીએ કહ્યું- લાઈનનું ચેકીંગ ચાલી રહ્યું હતું

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોમાં પાણી પુરવઠા વિભાગ સામે નારાજગી જોવા મળી

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ તાલુકાના અનેક એવા ગામો છે કે જ્યાં નર્મદાનું પાણી સમયસર ના મળતું હોવાની ફરિયાદો છે. તો બીજી તરફ આજે છતડીયા પાસે આવેલા નર્મદાનાં સંપમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. આ મામલે પાણી પુરવઠા વિભાગના અધિકારી લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા.

રાજુલાના છતડીયા ગામ નજીક નર્મદા પાણીના સંપમાંથી હજારો લીટર પાણી વેડફાયું હતુ. કલાકો સુધી આ પ્રકારે પાણીનો વેડફાટ યથાવત રહ્યો હતો. પાણી વેડફાટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકોમાં પણ પાણી પુરવઠા વિભાગ સામે રોષ જોવા મળ્યો હતો.

રાજુલા પાણી પુરવઠા વિભાગના કાર્યલક ઇજનર જય ચૌધરીને ટેલીફોનિક પૂછતાં વીડિયો છતડીયા ગામ પાસેના સંપનો જ હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે, બચાવ કરતા કહ્યું હતું કે, જાફરાબાદ સીટીની લાઈનનું આગળ રીપેરીંગ ચાલે છે તે ચેક કરતા હતા એટલે પાણી વેડફાયું છે.

અન્ય સમાચારો પણ છે...