તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:વડિયા ડેમમાંથી હેઠવાસના બે ચેકડેમ ભરવા પાણી છોડાયું

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેમનો 1 દરવાજા ખોલતા નીચાણવાળા ગામનોને એલર્ટ કરાયા

વડીયામાં સુરવો નદી ઉપર આવેલ ડેમમાંથી હેઠવાસના બે ચેકડેમ ભરવા માટે આજે સિંચાઈ વિભાગે પાણી છોડ્યું હતું. અહીં ડેમનો 1 દરવાજા 0.075 મીટર ખોલવામાં આવતા નદી કાંઠાના વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું હતું. ચોમાસાના પ્રારંભે જ ચેકેડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

જિલ્લાના 10 જળાશયોમાંથી 7 જેટલા જળાશયો પહેલેથી છલોછલ જોવા મળે છે. ત્યારે વડીયામાં સુરવો નદી પર વડી ડેમ આવેલો છે. વડીયા સિંચાઈ યોજના હેઠળ ડેમના હેઠવાસમાં આવતા બે ચેકડેમને ભરવા માટે પાણી છોડવામાં આવ્યું હતું. વડીયા ડેમનો એક દરવાજામાંથી 159 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે સિંચાઈ વિભાગે નદી પટ્ટના વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. વડીયામાં ચોમાસાની શરૂઆતમાં જ ચેકડેમ છલોછલ થતા આગામી દિવસોમાં ખેતીનું ચિત્ર ઉજળું રહેશે.

સહુથી ઓછું પાણી વડિયા ડેમમાં
સિંચાઈ વિભાગે ચેકડેમો ભરવા માટે ભલે વડિયા ડેમમાંથી પાણી છોડ્યું હોય, પરંતુ મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લાના 10 જળાશયો પૈકી સૌથી ઓછું પાણી હાલમાં વડિયા ડેમમાં છે. અને તેમાંથી આ પાણી છોડાયું છે.

અન્ય સમાચારો પણ છે...